
વિશે
ફ્લેમિંગડન પાર્ક અને
48 ગ્રેનોબલ
1962 માં બંધાયેલ, 48 ગ્રેનોબલ 60 વર્ષથી ફ્લેમિંગડન પાર્ક સમુદાયનો ભાગ રહ્યું છે. નવા કમ્યુનીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ તકોને સમર્થન આપતા નવા માર્ગ પ્રોજેક્ટ્સ અસ્તિવમાં આવતા આ વિસ્તારમાં ફરી એકવાર પરિવર્તન જોવા મળ્યું છે. ફ્લેમિંગડન પાર્કની ઉત્ક્રાંતિ માટેનો બાર સ્થાપવા 48 ગ્રેનોબલ એક રોમાંચક તક છે, સારી શહેરી ઇમારતનું ઉદાહરણ જે હાલના અને ભાવિ રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તા વધારે છે.
દરખાસ્ત દરખાસ્ત હેઠળની આવૃત્તિ
48 ગ્રેનોબલના વિઝનમાં 43- અને 41-માળના ટાવર્સ સામેલ છે, જે 6-માળના પોડિયમથી જોડાયેલા છે. ગ્રેનોબલ ડ્રાઇવ અને ડેઉવિલે લેનના ક્રોસિંગ પર નવી ખાનગી માલિકીની જાહેર જગ્યા (POPS) સાથે બિલ્ડિંગની પશ્ચિમે એક નવો જાહેર ઉદ્યાન પ્રસ્તાવિત છે. પાર્કિંગ સંપૂર્ણપણે અન્ડરગ્રાઉન્ડ રહેશે, અને નવા વૃક્ષો વાવીને અને સગવડોથી વટેમાર્ગુનો માર્ગ વધુ સારો બનાવવામાં આવશે. પ્રોજેક્ટ ટીમ હાલની અને ભાવિ ટ્રાન્ઝિટ અને સેવાની સારી એવી સહાયતા મેળવતા વિસ્તારમાં નવા આવાસો લાવવાની આ તક વિશે રોમાંચિત છે.
- 944 નવા આવાસીય એકમો
- 640m2 ખાનગી માલિકીની જાહેર જગ્યા
- 194 વાહન પાર્કિંગ જગ્યાઓ
- 1227 સાયકલ પાર્કિંગ જગ્યાઓ

માર્ગદર્શક સિદ્ધાંતો




સમયરેખા પ્રોજેક્ટ સ્ટેટસ
માર્ચ 21, 2022 નાં રોજ ઝોનિંગ બાય-લૉ એમેન્ડમેન્ટ અરજી, સાઇટ પ્લાન કંટ્રોલ અરજી અને રેન્ટલ હાઉસિંગ ડિમોલિશન અરજી સીટી ઑફ ટોરોન્ટોને રજૂ કરવામાં આવી હતી. આ રજૂઆતો ઔપચારિક સમીક્ષા પ્રક્રિયા શરૂ કરે છે જેમાં ઘણાં મહિનાઓનો સમય લાગશે. અહીં આપણને કોણ મળ્યું છે, પ્રક્રિયામાં આપણે કોણ છીએ, અને અન્ય મોટા પ્રોજેક્ટ લક્ષ્યાંકો વિશે વધુ શીખી શકીએ છીએ.
9 ઓગસ્ટ, 2023
અરજી ફરીથી સબમિટ કરવી #3
13 જુલાઈ, 2023
અરજી ફરીથી સબમિટ કરવી #2
7 જુલાઈ, 2023
ભાડૂતોને પત્ર
બુધવાર,15 ફેબ્રુઆરી , 2023
ભાડૂતના પરામર્શ માટે બેઠક
13 ફેબ્રુઆરી , 2023
અરજી ફરીથી સબમિટ કરવી #1
11 જાન્યુઆરી, 2023
સમુદાયના પરામર્શ માટે બેઠક
5 જાન્યુઆરી , 2023
ભાડૂતોને પત્ર
30 નવેમ્બર, 2022
કાઉન્સિલર જોન બર્નસાઇડ સાથે બેઠક
26 જુલાઈ, 2022
ફ્લેમિંગ્ડનના મિત્રો સાથે સાઇટની મુલાકાત
જૂન 28, 2022
NYCC ને પ્રારંભિક અહેવાલ:
પ્રારંભિક અહેવાલ જુઓ
બુધવાર, 15 જૂન, 2022
ભાડૂતની બેઠક
માર્ચ 2022
ઔપચારિક સમીક્ષા પ્રક્રિયા શરૂ થાય છે
માર્ચ 21, 2022
ઝોનિંગ બાય-લૉ એમેન્ડમેન્ટ અરજી, સાઇટ પ્લાન કંટ્રોલ અરજી અને રેન્ટલ હાઉસિંગ ડિમોલિશન અરજીની રજૂઆત
માર્ચ 18, 2022
ભાડુઆતોને પત્ર
February 15, 2022
ડેપ્યુટી મેયર મિન્નાન-વોંગ (Minnan-Wong) સાથે બેઠક
January 28, 2022
સીટી કર્મચારીઓ સાથે અરજી-પૂર્વે સલાહ-મસલત બેઠક
સામગ્રીઓ વધુ જાણો
ટોરેન્ટો શહેરને 48 ગ્રેનોબલ ડ્રાઇવમાં આપણાં પુનઃવિકાસ માટે ઔપચારિક અરજી કરીને, સંખ્યાબંધ અહેવાલો, અભ્યાસો, અને યોજનાઓ રજૂ કરવામાં આવી હતી. અમે અદ્યતન સામગ્રીઓ, શહેરી કર્મચારીઓના અહેવાલો, અને સામુદાયિક રજૂઆતો સાથે આ વિભાગ અપડેટ કરવાનું ચાલુ રાખીશું.
- અરજી સબમિટ કરવી (માર્ચ 2022)
- અરજી સબમિટ કરવી (માર્ચ 2022)
- અરજીની રજૂઆત (જુલાઈ 2023)
- અરજી સબમિશન (ઓગસ્ટ 2023)
અરજી સબમિટ કરવી (માર્ચ 2022)
અરજી સબમિટ કરવી (માર્ચ 2022)
અરજીની રજૂઆત (જુલાઈ 2023)
વારંવાર પૂછાતા પ્રશ્નો વૃક્ષ સંરક્ષણ યોજના
અમે તમને આમંત્રિત કરીએ છીએ - વિઝન શોધવા, તમને જોઇતી બધી માહિતી મેળવવા, પ્રશ્નો પૂછવા અને પ્રતિભાવ પૂરો પાડવા, બધું એક જગ્યાએ.
Tenblock (ટેનબ્લૉક) શું છે?
Tenblock વિકાસ પ્રક્રિયાના ડેવલપર અને મેનેજર છે. મિલકતના પુનઃવિકાસને સંબંધિત કોઈ પ્રશ્નો આ વેબસાઇટ મારફતે મોકલવા જોઇએ.
આજે સ્થળ પર શું ઉપલબ્ધ છે?
1960 નાં દસકામાં, આ 9-માળની હેતુલક્ષી બાંધેલી આવાસીય ઇમારત સ્થળ પર 109 એકમો ધરાવે છે. આ મિલકતની દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ બાજુઓની સાથે સાથે મિલકતમાં ભૂગર્ભ/જમીની સપાટી પર પાર્કિંગ અને લેન્ડસ્કૅપ વિસ્તારો સામેલ છે.
48 ગ્રેનોબલમાં હાલમાં રહેતા ભાડુઆતો માટે આનો અર્થ શું થાય?
અત્યારની ક્ષણે, ભાડુઆતો માટે કોઈ ફેરફારો નથી. અમે પ્રક્રિયામાં હજુ બહુ શરૂઆતના તબક્કે છીએ અને અમારી પાસે બાંધકામ શરૂ કરવા કોઈ જરૂરી મંજૂરીઓ નથી. ભાડુઆતો પોતાના હાલના એકમોમાં રહેશે, જ્યાં નિયમિત અને ચાલુ નિભાવ-જાળવણી કામ સિવાય બીજા કોઈ ફેરફારો થશે નહીં. Tenblock (ટેનબ્લૉક) સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભાડુઆતોને માહિતગાર રાખવા કટિબદ્ધ છે અને તેઓને કોઈ પ્રશ્નો થાય કે કોઈ પ્રતિભાવ આપવો હોય ત્યારે સંપર્ક કરવા પ્રોત્સાહિત કરે છે.
Tenblock ની અહીં શું બાંધકામ કરવાની દરખાસ્ત છે?
દરખાસ્ત હેઠળના વિકાસમાં બે ટાવર્સ સામેલ છે જે 48 ગ્રેનોબલમાં હાલની ઇમારતને બદલશે. પૂર્વીય ટાવરને 41 માળની અને પશ્ચિમી ટાવરને 43 માળની ઊંચાઇનું બનાવવાની દરખાસ્ત છે. કુલ 1054 રહેણાંક આવાસીય એકમોની દરખાસ્ત છે, જેમાં 109 તબદીલી ભાડાલક્ષી એકમો સામેલ છે. દરખાસ્તમાં 676 m2 જાહેર ઉદ્યાન પણ સામેલ છે જે મિલકતની પશ્ચિમી ધારે રહેશે.
તમે નવી ઇમારત વડે મિલકતના પુનઃવિકાસના ટકાઉપણાંને કેવું વિચાર્યું છે?
ટ્રાન્ઝિટ નજીક ઉચ્ચ-ગીચતાવાળો વિકાસ એક સોસાયટી તરીકે ઉત્સર્જન ઘટાડવા સૌથી પ્રભાવશાળી રીતો પૈકી એક છે. Tenblock (ટેનબ્લૉકે) પોતાના પોર્ટફોલિયોમાં અન્ય ઇમારતો માટે કાર્બન પૃથક્કરણ કરવા તાજેતરમાં ઇજનેરોની નિયુક્તિ કરી. આ પૃથક્કરણે 48 ગ્રેનોબેલનું બાંધકામ થયું હતું તે સમયની ઇમારતો કરતા 2.6x (ગણી) ઓછાં સંચાલનલક્ષી કાર્બનની સીમામાં વધારે સારી ઊર્જા પદ્ધતિઓવાળી નવી ઇમારતો બનાવવાનું દર્શાવ્યું. ઇમારત તોડીને પુનઃબાંધકામના પ્રભાવને સમાવતા પણ, નવી ઇમારતો આશરે 10-15 વર્ષોમાં કાર્બન તટસ્થ રહેશે. અમે આ ઇમારત માટે સરખું પૃથક્કરણ વિચારીશું.
તમે પ્રક્રિયાના કયા તબક્કે છો?
21 માર્ચ, 2022ના રોજ ટોરોન્ટો સિટી માટે ઝોન મુજબ સ્થાનિક કાયદામાં સુધારો, સાઇટ પ્લાન અંગે નિયંત્રણ અને ભાડે આપેલ રહેઠાણના ડિમોલિશન માટે અરજીઓ સબમિટ કરવામાં આવી હતી અને સુધારેલી અરજીઓ ફેબ્રુઆરી, જુલાઈ અને ઑગસ્ટ 2023માં સબમિટ કરવામાં આવી હતી. અમે સિટી પાસેથી જરૂરી મંજૂરી મેળવી શકીએ તે પહેલાં કેટલાક પક્ષો દ્વારા નોંધપાત્ર સમીક્ષા અને પરામર્શ ચાલુ રહેશે જે કોઈપણ બાંધકામને શરૂ કરવાની મંજૂરી આપશે. જેમ અમે આ વિકાસ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈશું, તેમ અમે ભાડુઆતો અને સમુદાયને તેની માહિતી આપતા રહીશું.
જો મંજૂરી મળે તો, બાંધકામ ક્યારે શરૂ થશે?
વિકાસ અરજી સમીક્ષા પ્રક્રિયામાં સમય લાગતો હોય છે. અમે હજુ પણ પ્રક્રિયાના બહુ શરૂઆતના તબક્કામાં છીએ. માર્ચ 21, 2022 નાં રોજ, ઝોનિંગ બાય-લૉ એમેન્ડમેન્ટ, સાઇટ પ્લાન કંટ્રોલ, અને રેન્ટલ હાઉસિંગ ડિમોલિશન માટે અરજીઓ રજૂ કરવામાં આવી હતી. આ રજૂઆતોમાં ટોરેન્ટો શહેર સાથે ઔપચારિક સમીક્ષા પ્રક્રિયા શરૂ થઈ. આ પ્રક્રિયામાં અમને ઉપર જણાવેલી અરજીઓ પર મંજૂરી મળી શકે તે પહેલાં લાક્ષણિક રીતે 18-24 મહિનાઓનો સમય લાગતો હોય છે. તે સમયથી, બાંધકામ લગભગ 6-12 મહિના મોડેથી શરૂ થઈ શકે, જેમાં આશરે 2-3 વર્ષ વિતશે. આ સમયરેખાઓ પ્રક્રિયામાં આપણાં હાલના તબક્કાને ધ્યાનમાં લેતા શ્રેષ્ઠ અંદાજ છે.
હું કેવી રીતે સામેલ થઈ શકું છું?
આ વેબસાઇટ પર તમે દરખાસ્તને લગતી કોઈ અદ્યતન માહિતી જાણી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો, અને પ્રતિભાવ પૂરો પાડી શકો છો. અમે તમને મુલાકાત લેવા અને અહીંના પ્રોજેક્ટ વિશે જાણવા પ્રોત્સાહિત કરીએ છીએ. અમે હિતધારકો સામેલ થઈ શકે તે માટે કોઈ આગામી પ્રસંગો પર માહિતી ચોક્કસપણે પોસ્ટ કરીશું. શું તમને એવો કોઈ પ્રશ્ન છે જેનો અહીં જવાબ ન મળ્યો હોય? શું તમારો પ્રતિભાવ આપવા ઇચ્છો છો? અમને 416-613-8694 નંબર પર કૉલ કરો અથવા કોન્ટેક્ટ અસ (અમારો સંપર્ક કરો) ફોર્મ મારફતે તમારા પ્રશ્નો અને વિચારો રજૂ કરો.
હું 48 ગ્રેનોબલનો ભાડુઆત છું અને મને પ્રશ્ન છે, હું કોનો સંપર્ક કરી શકું છું?
અમે 48 ગ્રેનોબલના બધાં ભાડુઆતોને આ વેબસાઇટના કોન્ટેક્ટ પેજ મારફતે અમારો સંપર્ક કરવા અથવા અમને 416-613-8694 નંબર પર કૉલ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. અમે તમારા કોઈ પ્રશ્નોનો જવાબ આપવા રાજી થઇશું. સીટી ઑફ ટોરોન્ટોના કર્મચારીઓ પણ તમારા પ્રશ્નોના જવાબ આપવા પ્રક્રિયા મારફતે ઉપલબ્ધ રહેશે. જો તમે તેઓ સાથે સીધી વાત કરવા ઇચ્છો તો, અમે તેઓની સંપર્ક માહિતી પૂરી પાડવા રાજી થઇશું.
ટૂકડી
Tenblock
હાઉસિંગ ડેવલપર
65 ઉપરાંત વર્ષોથી, અમે રહેવા માટે ચડિયાતા સ્થળો આપણાં સમુદાયને પૂરા પાડવાના વિઝન સાથે, ટોરોન્ટોમાં રીયલ એસ્ટેટ વિકસાવીને સંચાલન કર્યું છે. આપણે ટોરોન્ટોને વૈશ્વિક કક્ષાનું શહેર તરીકે વિકસતા જોયું છે — જેમ કે, આપણે જે રીતે રહીએ અને કામ કરીએ છીએ તેને વધારે સુધારવા નવી, વૈશ્વિક કક્ષાની ઇમારતો ઉમેરવા અમે પુનઃભારપૂર્વક કાર્યરત છીએ.
www.tenblock.ca
Diamond Schmitt
આર્કિટેક્ટ
Diamond Schmitt (ડાયમન્ડ શ્મિટ) એક વૈશ્વિક આર્કિટેક્ચર પેઢી છે જેઓ ટોરોન્ટો, ન્યૂ યોર્ક, વાનકુવર અને કાલગૅરીમાં સ્થિત પોતાના ચાર સ્ટુડિયોસમાંથી પરિવર્તનલક્ષી, હેતુલક્ષી, અને ઉચ્ચતમ ટકાઉ ઇમારતોની ડિઝાઇન કરે છે. દરેક સ્થળ આસપાસનો સમુદાય, વાસ્તુશિલ્પ અને ઐતિહાસિક સંદર્ભોમાંથી પ્રેરણા લઇને નવીન ડિઝાઇન ઉકેલો લાવીને, Diamond Schmitt’s (ડાયમન્ડ શ્મિટની) વિઝન દર્શાવતી ડિઝાઇન્સ દુનિયાભરમાં 50 થી વધારે શહેરોમાં જોઈ શકાય છે.
www.dsai.ca
STUDIO tla
લેન્ડસ્કૅપ આર્કિટેક્ટ
STUDIO tla (સ્ટુડિયો ટીએલએ) ટોરોન્ટો અને ડલાસ સ્થિત માસ્ટર પ્લાનિંગ, શહેરી ડિઝાઇન અને લેન્ડસ્કૅપ આર્કિટેક્ચર પેઢી છે. અમે માનીએ છીએ કે શહેરી ડિઝાઇન અને લેન્ડસ્કૅપ આર્કિટેક્ચર સિસ્ટમ્સ-આધારિત શાખાઓ છે જે બહુ વિશાળ ડિઝાઇન કરેલા પર્યાવરણના એકીકૃત ભાગો તરીકે આર્કિટેક્ચર અને એન્જીનીયરિંગ સાથે મેળ સાધીને કામ કરે છે. અમારું કામ બહુ-ધોરણીય લેન્ડસ્કૅપ માળખાગત સગવડો અને આર્કિટેક્ચર અને ખુલ્લી જગ્યા વચ્ચે શહેરી જોડાણ પર ધ્યાન આપે છે. અમે મિશ્રિત-ઉપયોગી અને આવાસીય પ્રોજેક્ટ્સ, ઉદ્યાનો, સ્ટ્રીટસ્કૅપ્સ, અને નાગરિક સ્થળો માટે અર્થસભર પર્યાવરણ ડિઝાઇન કરીએ છીએ. અમે એવા લેન્ડસ્કૅપ્સ બનાવીએ છીએ જે પોતાના સંદર્ભનું પોતાનું દૂરંદેશીપણું દેખાડવામાં અજોડ, ટેકનિકલી ઉત્તમ, અને નવીન પદ્ધતિઓ અને ભૌતિકતામાં વિસ્તૃત હોય.
www.studiotla.ca
Goldberg Group
આયોજન
ગોલ્ડબર્ગ ગ્રૂપ એક સ્થાપિત જમીન ઉપયોગ આયોજન કન્સલ્ટન્સી છે જે અમારા ગ્રાહકોને ટોરોન્ટો શહેરની અંદર, આસપાસની મ્યુનિસિપાલિટીઝમાં અને સમગ્ર ઑન્ટેરિયોમાં આયોજન સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે. અમારા ગ્રાહકો માટે, અમારી ક્ષમતા અમારો અનુભવ છે અને જટિલ જમીન ઉપયોગ આયોજન પડકારોને સફળ પરિણામો વિતરિત કરવામાં નિપુણતા છે.
www.goldberggroup.caBousfields Inc.
સામુદાયિક સામેલગીરી
Bousfields (બાઉસફિલ્ડ્સ)માં, અમે માનીએ છીએ કે આયોજન અને સમુદાય સામેલગીરી પ્રક્રિયાઓ એકબીજાને માહિતગાર રાખવા સહયોગ સાધીને કામ કરવામાં ઊંડાણપૂર્વક સામેલ છે. અમારી પાસે અર્થસભર સામેલગીરી વ્યવહારોમાં ગ્રાહકોને ટેકો આપવા સામુદાયિક સામેલ નિષ્ણાતોની સમર્પિત ટૂકડી છે.
www.bousfields.caસંપર્કમાં રહો શું કોઈ પ્રશ્નો છે? કોઈ પ્રતિભાવ?
તમારો પ્રતિભાવ જણાવવા અને/અથવા પ્રશ્નો પૂછવા પ્રોજેક્ટ ટીમના સંપર્કમાં રહો. ટીમમાંથી એક સભ્ય ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે. અમારો સંપર્ક કરવા બદલ આપનો અગાઉથી આભાર!
અમને કૉલ કરો: 416-613-8694